મહાત્મા ગાંધીજીનાં મનમાં મહિલાઓ વિશે એવાં-એવાં વિચારો આવતા હતાં કે, જેને તમે નહી જાણતા હો

હાલમાં દેશને આઝાદી અપાવનાર એવાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને લઈ એક જાણકારી સામે આવી રહી છે. મહાત્મા ગાંધીજીની સ્ત્રીઓ માટેની વિચારધારાને એમની આત્મકથા સત્યની સાથે મારા પ્રયોગોની સાથે સરખાવીને જોવામાં આવે છે પરંતુ એ સમયમાં એમની વિચારધારા સ્ત્રી સશક્તિકારણ માટે જેટલી સુદ્રઢ હતી. અત્યારના સમયમાં એક વિશિષ્ટ ઉદાહરણ હતું. આજે બાપુના એ વિચારોને ફરી યાદ કરવાની જરૂર રહેલી છે.

ઉતરપ્રદેશમાં આવેલ હથરાસમાં શોષિત મહિલાની સાથે જે થયું એવા ભારતની કલ્પના તો આપણા રાષ્ટ્રપતિએ પણ કયારેય નહી કરી હોય. આજથી અંદાજે 100 વર્ષ પહેલા મહિલા સશક્તિકારણનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીજી આજે કદાચ સહન ન કરી શકે.

ગાંધીજી હંમેશા સ્ત્રીઓને એકસમાન હોદો આપવા માટે પ્રયત્ન કરતા રહેતાં હતા. ગાંધીજીએ આજથી 99 વર્ષ અગાઉ 15 સપ્ટેમ્બર 1921 ના રોજ યંગ ઈંડિયા માં કહેલું વક્તવ્ય આજે સાચું સાબિત થયું છે. ગાંધીજીએ જણાવ્યું હતું કે, જો હું મહિલા હોત તો આવા અત્યાચાર કયારેય પણ સહન ન કરે.

બાપુએ મહિલામાં સીતા તથા દ્રૌપદીને આદર્શ માનતાં હતાં. આની માટે નહિ કે બંને પ્રતિકાર કરવાનું જાણતી હતી. તેઓ કયારેય કોઈની સામે નમી ન હતી. ધર્મ તથા પરંપરામાં આસ્થા રાખનાર મહાત્મા ગાંધીજીએ મહિલાઓનાં કુરિવાજોનો વિરોધ કર્યો હતો.

એમનું માનવું હતું કે, પરંપરાની નદીમાં તરવું એ સારી વાત છે પરંતુ એમાં ડૂબી જવું એ આત્મહત્યા સમાન છે. ગાંધીજી મહિલાઓને સશક્તિકારણના વિષયમાં રૂપ જોતા ન હતાં પરંતુ એમનું માનવું એમ હતું કે, મહિલાઓં સ્વયં એટલી પ્રબળ છે કે પોતાની જ નહિ પણ સંપૂર્ણ માનવ જાતિના કલ્યાણમાં મહતવની ભૂમિકા ભજવી શકે છે.

એમનું માનવું હતું કે, મહિલાઓને પોતાના અધિકાર તથા કર્તવ્યનું જ્ઞાન હોવું જોઈએ. ગાંધીજી હમેશાં કહેતા કે, સ્ત્રીઓને સશકત થવું હોય તો એની પહેલ પોતાના પરિવારથી જ કરવી પડશે. જ્યાં સુધી મહિલા સહન કરશે ત્યાં સુધી તેમના પર અત્યાચાર વધતો જઈ રહ્યો છે જયારે મહિલાઓ રાતે માર્ગ પર સ્વતંત્ર ચાલી શકશે ત્યારે આપણે કહી શકીશું કે, આપણે ભારત દેશે આઝાદી પ્રાપ્ત કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published.