સુરતનો ૭ ધોરણ પાસ યુવક ૧૨ વર્ષથી બાળકીઓને ફ્રીમાં આપી રહ્યો છે કેક, આવું કરવા પાછળ છુપાયેલું છે આ કારણ
આપણા દેશમાં બેટી બચાવો અભિયાન ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે અને લોકો અને દીકરીઓ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યો છે. બેટી બચાવો અભિયાનને સુરતનાં રહેવાસી સંજય ચોડવડીયા એક અનોખી રીતે આગળ વધારી રહ્યા છે. સંજય દર વર્ષે દીકરીઓને ફ્રીમાં કેક આપે છે. ફ્રીમાં કેક આપીને સંજય ચોડવડીયા દીકરીના જન્મને પ્રોત્સાહન આપે છે. સંજય ચોડવાડીયાનાં જણાવ્યા અનુસાર તેઓ દર વર્ષે ૭ હજારથી વધારે કેક દીકરીઓમાં વહેંચે છે, જેની કિંમત અંદાજે ૭ લાખની આસપાસ થાય છે.
હકીકતમાં સંજય ચોડવડીયાની એક કેકની દુકાન છે, જેમાં તેઓ અલગ અલગ પ્રકારની કેક બનાવીને વેચે છે. સંજય ચોડવડીયાએ પોતાની દુકાનમાં એક ખાસ સ્કીમ રાખેલી છે. આ સ્કીમ અંતર્ગત તેઓ તે લોકોને ફ્રીમાં કેક આપે છે, જેમને દીકરી હોય છે. સંજય ચોડવડીયાએ જણાવ્યું હતું કે જો તેમની દુકાનમાં કોઈ પોતાની દીકરીનાં જન્મદિવસ પર કેક લેવા આવે છે, તો તેને ફ્રીમાં કેક આપે છે. સંજય ચોડવડીયાનાં જણાવ્યા અનુસાર તેઓ પ વર્ષની દીકરીઓને ફ્રીમાં કેક આપે છે અને અત્યાર સુધીમાં તેઓ દર વર્ષે ૭ લાખ રૂપિયાની કિંમતની ૭ હજારથી વધારે કેક આપી ચૂક્યા છે. આ તેમનું અભિયાન પાછલા ૧૨ વર્ષથી સતત ચાલી રહ્યું છે.
અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા શહેરનાં રહેવા વાળા સંજય ચોડવડીયા ૨૦ વર્ષથી સુરતમાં રહે છે. પરિવારની આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવાને કારણે તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નહીં અને ૭માં ધોરણ બાદ તેઓએ પોતાની સ્કૂલ છોડી દીધી. વળી સ્કૂલ છોડી દીધા બાદ તેઓ કામની તલાશ કરવા લાગ્યા, પરંતુ તેમને કોઈ જગ્યાએ કામ મળ્યું નહીં.
રોજગારની શોધમાં તેઓ સુરત આવ્યા અને સુરત આવ્યા બાદ તેમણે ૮ વર્ષ સુધી ડાયમંડ ફેક્ટરીમાં હીરા ઘસવાનું કામ કર્યું. ત્યારબાદ એમ્બ્રોઇડરીનાં કારખાનામાં કામ કર્યું. થોડા વર્ષો સુધી અહીંયા કામ કર્યા બાદ તેમણે પોતાની બેકરી શરૂ કરી, જે પાછલા ૧૨ વર્ષથી ચાલી રહી છે. આ બેકરી ડભોલી વિસ્તારમાં ઘનશ્યામ બેકરી અને કેક નામથી પ્રસિદ્ધ છે. હવે આ નામથી ૧૪ બ્રાન્ચ પણ છે.
આ કારણને લીધે કેક વહેંચવાનું શરૂ કર્યું
સંજય જણાવે છે કે અંદાજે ૧૨ વર્ષ જૂની વાત છે. કતારગામ વિસ્તારમાં કથાવાચક મોરારી બાપુનું પ્રવચન ચાલી રહ્યું હતું. હું તેમનું પ્રવચન સાંભળવા માટે જતો હતો. પ્રવચન દરમિયાન બાપુએ બેટી બચાવો અભિયાન વિશે વાત કરી. બાપુનાં પ્રવચનને સાંભળ્યા બાદ મેં અભિયાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને અલગ ઉપાય અપનાવ્યો.
સંજય અનુસાર તેમણે ગરીબ દીકરીઓને તેમના જન્મદિવસ પર ફ્રીમાં કેક આપવાની શરૂઆત કરી. તેના માટે તેમણે સરકારી હોસ્પિટલમાંથી બાળકોનાં જન્મની જાણકારી મેળવી અને તેમના ઘર સુધી પહોંચાડી. ત્યારથી આ સિલસિલો ચાલી રહ્યો છે. સંજય કહે છે કે દીકરીઓ આગળ વધશે, તો જ દેશ આગળ વધશે. તેના માટે બધા લોકોએ પોતાની વિચારસરણી બદલવાની જરૂરિયાત છે.
સંજય કહે છે કે ઘણા લોકો તેને પૂછે છે કે આખરે તેઓ કે શા માટે કેક વહેંચે છે? તેના પર સંજય જવાબ આપતાં કહે છે કે બર્થ ડેનાં દિવસે તે દીકરીનાં ચહેરા પર મુસ્કાન આવી જાય, બસ તે કાફી છે.
પોતાના આ અનોખા અભિયાન અંતર્ગત સંજય પહેલા વર્ષે ૧૦૦૦ કિલો કેક વહેંચી હતી. આજે તેની ૧૪ બ્રાન્ચ છે, જે દર વર્ષે ૭ હજાર કિલો કેક દીકરીઓનાં ઘર સુધી પહોંચાડે છે. કોઈપણ બ્રાન્ચ સાથે સંપર્ક કરીને પરિવાર ફ્રીમાં કેક લઈ શકે છે. તે સિવાય સંજયની બેકરી તરફથી દીકરીઓ માટે ૧૦૦ રૂપિયાની કિંમતની ૨૫૦ ગ્રામની કેક પણ ફ્રીમાં આપવામાં આવે છે. સંજયનાં આ અભિયાનને લિમ્કા બૂક રેકોર્ડમાં દાખલ કરાવવાની તૈયારી પણ ચાલી રહી છે.