યુવતી પ્રેમીના ભાઈને જ આપી બેઠી દીલ, બંને ભાઈઓ વારાફરતી માણતા શરીર સુખ…

શહેરમાં રહેતી એક યુવતીએ તેના પ્રેમી અને પ્રેમીના માસીના દીકરા સામે ફરિયાદ નોંધાવી છે. પહેલા યુવતી જે યુવકને પ્રેમ કરતી હતી તે યુવક તેના માસીના દીકરાને સાથે મળવા લઈને આવતા યુવતીની તે યુવક સાથે આંખ મળી ગઈ હતી. બાદમાં પ્રેમીનો પિતરાઈ ભાઈ યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી લઈ ગયો હતો. જેની જાણ પ્રેમીને થઈ ગઈ હતી. બાદમાં બને ભાઈઓ એકબીજાની ગેરહાજરીમાં યુવતી સાથે શારીરિક સંબંધો બાંધતા રહ્યા હતા. જે યુવકે લગ્નની લાલચ આપી તેણે લગ્ન ન કરતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શાહપુરમાં રહેતી 21 વર્ષીય યુવતી માતા પિતા સાથે રહે છે. તેના ભાઇઓ મક્કા મદીના ખાતે કેટરીંગનુ કામકાજ કરે છે અને ત્યાંજ રહે છે. યુવતીને આશરે ત્રણેક વર્ષ પહેલા એક યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બને એક બીજાને પ્રેમ કરી બેઠા હતા. યુવક યુવતી એક બીજાને મળતા હતા. ત્યારે પ્રેમીનો માસીનો દીકરો પણ તેની સાથે યુવતીને અવાર નવાર મળવા માટે આવતો હોવાથી યુવતીને તેની સાથે પણ મિત્રતા થઇ હતી. ત્યાર બાદ પ્રેમીના માસીના દીકરા અને યુવતી વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. પછી યુવતી અને પ્રેમીનો પિતરાઈ ભાઈ એક બીજાને બહાર મળતા હતા.

આશરે ત્રણેક માસ પહેલા પ્રેમીના ભાઈ સાથે યુવતી વાતચીત કરતી હતી ત્યારે તેણે લગ્ન કરવાનુ જણાવ્યું હતું. યુવતીના માતા પિતા રાજી ન હોવાથી પ્રેમીના ભાઈએ ભાગીને લગ્ન કરી લેવાનું જણાવી લગ્નની લાલચ આપી યુવતીને ઘરે થી ભગાડીને આબુ રાજસ્થાન ખાતે લઈ ગયો હતો. ત્યા ચારેક દિવસ સુધી રોકાયા હતા. જે ગેસ્ટ હાઉસમાં યુવતી એકલી રહેતી હતી. ત્યારબાદ ચાર દિવસ પછી આરોપી તેની કાર લઇને પરત અમદાવાદ આવ્યો અને ત્યારથી તે બંને જણા માધવપુરા ખાતે મકાન રાખેલ હતું. ત્યાં બંને રહેતા હતા અને ત્યારથી આ પ્રેમીનો ભાઈ દરરોજ એક થી બે વાર યુવતી સાથે શરીર સબંધ બાંધતો હતો.

બાદમાં યુવતીના આ સબંધની જાણ પ્રેમીને થતા તે પણ તેને સબંધ બાંધવા માટે અવાર નવાર જણાવતો હતો. આ પ્રેમી યુવતીને અગાઉ આઠેક મહીના પહેલા પાલડી ખાતે આવેલ સન સાઇન હોટેલ લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે એકથી બે વાર શરીર સબંધ બાંધ્યો હતો અને આ પ્રેમી પ્રેમિકાને અવાર નવાર તેની સાથે શરીર સબંધ બાંધવા માટે ધમકાવી પિતરાઈ ભાઈની ગેરહાજરીમાં તેની સાથે શરીર સબંધ અવાર નવાર બાંધતો હતો.

યુવતીના પ્રેમીનો પિતરાઈ ભાઈ છેલ્લા છ દિવસથી તેને એકલી મુકીને ક્યાંક જતો રહ્યો હતો. આમ, યુવતીનો પ્રેમી અને તેની માસીનો દીકરો બન્ને યુવતી સાથે એક બીજાની ગેરહાજરીમાં અવાર નવાર શરીર સબંધ બાંધી લગ્ન કરવાની ના પાડતા યુવતીને મનમાં લાગી આવતા ફીનાઇલ પી લેતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં માધવપુરા પોલીસને જાણ કરાતા પોલીસે બને ભાઈઓ સામે બ-ળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *