2020માં 13 વર્ષની ઉંમરે માતા બની; હવે સોશિયલ મીડિયા દ્વારા દર મહિને 5 લાખ રૂપિયા કમાય છે

10 વર્ષના બોયફ્રેન્ડ ઈવાનથી પ્રેગ્નેન્ટ થવાનો દાવો કરીને ગયા વર્ષે ચર્ચાઓમાં આવેલી રશિયાના સાઈબેરિયા પ્રાંતમાં ક્રાસ્નોયાર્સ્ક શહેરની દારિયા સુડિનિશ્નિકોવા નામની 14 વર્ષની કિશોરીની કિસ્મત સોશિયલ મીડિયાએ બદલી નાખી છે. 13 વર્ષની ઉંમરે એક માતા હોવાની સાથે જ તે આજે ઇન્ટાગ્રામ દ્વારા દર મહિને 5 હજાર પાઉન્ડ એટલે લગભગ 5 લાખ રૂપિયા કમાઇ રહી છે.

દારિયા દર મહિને 5 લાખ રૂપિયા કમાય છેઃ-

એક ટીવી શો દરમિયાન દારિયાએ જણાવ્યું કે મારા ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા પ્લેટફોર્મમાં લાખો ફોલોઅર્સ છે, જેના દ્વારા હું દર મહિને 5 હજાર પાઉન્ટસ કમાઇ લઉ છું. મારા માતા-પિતાની બંનેની કમાણી મળીને પણ મારી કમાણી બરાબર નથી. ગયા વર્ષે દારિયાના ફોલોઅર્સનો આંકડો 3.5 લાખથી વધુ થઈ ગયો હતો. દારિયાએ એ ટોક શો દરમિયાન એ પણ કહ્યું હતું કે અગાઉ એક 16 વર્ષિય તરુણે તેના પર બળા-ત્કાર કર્યો હતો, પરંતુ પોતાના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા તો ઈવાન જ છે. આજે દારિયા સાથે કામ કરવા માટે ફેમસ બ્રાન્ડ્સ અને સ્પોન્સર્સ પણ તૈયાર છે.

દારિયા પ્રેગ્નેન્ટ હોવાના કારણે સ્કૂલથી એક વર્ષ માટે બ્રેક લીધો હતો. જોકે, સ્કૂલ ફરી શરૂ કર્યા પછી આ યુવતીએ પોતાના ટીચર્સ ઉપર પણ આરોપ લગાવ્યો છે અને કહ્યું કે તેના ટીચર્સ હવે તેને સતત ઓછા ગ્રેટ્સ આપી રહ્યા છે કેમ કે, તેઓ દારિયાના સોશિયલ મીડિયા કરિયર અને પ્રેગ્નેન્સીના કારણે નિરાશ છે.

દારિયા અને ઈવાન બંને સાથે નથી, પણ રિલેશનશીપ ચાલુ છેઃ-

ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ બાળકને જન્મ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર દારિયાએ પોતે જ ફોલોઅર્સને જાણ કરતાં કહ્યું હતું કે, ‘આજે સવારે 10 વાગ્યે મેં દીકરીને જન્મ આપ્યો છે. તે 85 પાઉન્ડની છે અને તેઓ બંને સ્વસ્થ છે.’ દારિયાની આ જાહેરાત પછી ફરીથી રશિયન સમાચાર માધ્યમોમાં તે યંગેસ્ટ મધર તરીકે છવાઈ ગઈ હતી. સમાંતરે ઈવાન પણ સંભવતઃ વિશ્વના સૌથી નાની ઉંમરના પિતા તરીકેની ક્રેડિટ મેળવી રહ્યો હતો. દારિયાએ ફોલોઅર્સને જણાવ્યા પ્રમાણે, તે અને ઈવાન સાથે રહેતાં નથી, પરંતુ બંનેના સંબંધો આજે પણ યથાવત છે. તેઓ નિયમિત રીતે મળતાં રહે છે. આ સંબંધ જો યથાવત રહેશે તો સાઈબેરિયાના કાનૂન મુજબ, ઈવાન 16 વર્ષનો થયા પછી બાળકીના પિતા તરીકેની માન્યતા મેળવી શકશે.

સંભવતઃ વિશ્વનો સૌથી નાની વયનો બાપઃ-

10 વર્ષનો બાળક પિતા બનવા સક્ષમ હોય એ વિશે વિજ્ઞાન પણ સાશંક છે. રશિયન મેડિકલ સાયન્ટિસ્ટ ડો. એલ્બી ઝેવેન્સીના કહેવા પ્રમાણે રશિયન માધ્યમોના અહેવાલ પછી તેમણે 10 વર્ષિય ઈવાનની તબીબી ચકાસણી કરી હતી અને આશ્ચર્યજનક રીતે તે પિતા બનવા સક્ષમ હોવાનું જણાયું છે. આ જવલ્લે જ બનતી ઘટના છે અને સંભવતઃ ઈવાન દુનિયાનો સૌથી નાની ઉંમરનો બાપ હોઈ શકે.

Leave a Reply

Your email address will not be published.