દહેજમાં વર એ માંગી વૈભવી કાર,લગ્નના 5 દિવસ પછી દુલ્હનએ એવો બદલો લીધો કે જાણી આશ્ચર્ય ચકિત થઈ જશો…

આજે દહેજને લઈને ઘણા કિસ્સાઓ સતત સામે આવતા થઇ ગયા છે. તમને જણાવી દઈએ કે આજે પણ ઘણા પરિવારોમાં દહેજની માંગ થઇ રહી છે,જેમાં ઘણી મહિલાઓ દહેજને લઈને શારીરિક અને માનશીક ત્રાસ સહન પણ કરી રહી છે.આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં, સુરજ પોતાની નવી નવેલી દુલ્હન પ્રિયાને લગ્નના બીજા દિવસે સાંજે એના પરિવાર તરફથી દહેજમાં મળેલી નવી ચમકતી ગાડીમાં સાંજે સુરજ લોંગ ડ્રાઈવ પર લઈને નીકળ્યો. તે ગાડી ખુબ ઝડપથી ભગાવી રહ્યો હતો.

પ્રિયાએ તેને એવું કરવાનીના પાડી તો બોલ્યો, અરે જાનેમન આનંદ માણવા દે. આજ સુધી મિત્રોની ગાડી ચલાવી છે, આજે પોતાની ગાડી છે વર્ષોની તમન્ના પૂરી થઇ. હું તો ખરીદવાનું વિચારી પણ નહોતો શકતો, તેથી તારા પપ્પા જોડેથી માંગી હતી. પ્રિયા બોલી : અચ્છા, પણ મ્યુઝીક તો ઓછું રહેવા દો. અવાજ ઓછો કરતા પ્રિયા બોલી. ત્યારે જ અચાનક ગાડીની આગળ એક ભિખારી આવી ગયો.ખુબ જ મુશ્કેલીથી બ્રેક લગાવતા, આખી ગાડી ફેરવતા સુરજે એને બચાવ્યો, ત્યારબાદ તરત તેને ગાળો દઈને બોલ્યો,ઓય મરવા આવ્યો છે કે શું? ભિખારી સાલા, દેશને ખરાબ કરીને રાખ્યો છે.

તમે લોકોએ. ત્યાં સુધી પ્રિયા ગાડીમાંથી નીકળીને અને તે ભિખારી સુધી પહોંચે છે. તો જોયું તો બિચારો અપંગ હતો. તેણે માફી માંગતા કહ્યું અને પર્સમાંથી 100 રૂપિયા કાઢીને તેને આપીને બોલી.માફ કરજો કાકા, અમે વાતોમાં પડી ગયા હતા. ક્યાંય વાગ્યું તો નથી ને? આ લો અમારા લગ્ન થયા છે મીઠાઈ ખાજો અને આશીર્વાદ આપજો.આટલું કહીને તેણે એમને સાઈડમાં ફૂટપાથ પર લઇ જઈને બેસાડી દીધા. ભિખારી આશીર્વાદ દેવા લાગ્યો, ગાડીમાં પાછી બેસીને પ્રિયાને સુરજ બોલ્યો : તમારા જેવાના કારણે તેમની હિમ્મત વધે છે.

ભિખારીને મોં ન લગાવવું જોઈએ. પ્રિયા હસતા હસતા બોલી સુરજ, ભિખારી તો મજબુર હતો તેથી ભીખ માંગી રહ્યો હતો. નહી તો બધું સરખું હોવા છતાય લોકો ભીખ માંગે છે દહેજ લઈને. જાણો છો છોકરીના ગરીબ માં-બાપ દ્વારા આપવામાં આવતા દહેજમાં એમનું લોહી અને પરસેવો હોય છે, અને લોકો તમે પણ તો પપ્પા પાસેથી ગાડી માંગી હતી. તો કોણ ભિખારી થયું, તે મજબુર અપંગ કે.એક બાપ પોતાના કાળજાના ટુકડાને 20 વર્ષો સુધી સંભાળીને રાખે છે.

ત્યારબાદ બીજાને દાન કરે છે જેને કન્યાદાન “મહાદાન” સુધી કહેવાય છે. જેથી બીજાનું પરિવાર ચાલી શકે તેનો વંશ વધે અને કોઈની નવી ગૃહસ્થી શરુ થાય. તેના પર દહેજ માંગવું ભીખ નથી તો શું છે, બોલો? કોણ થયું ભિખારી તે મજબુર કે તમારા જેવા પુરુષ સુરજ એકદમ શાંત નીચી નજરો કરીને શરમપૂર્વક બધું સાંભળી રહ્યો હતો કારણ કે પ્રિયાની વાતોથી પડેલા તમાચાએ તેને જણાવી દીધું કે કોણ છે સાચો ભિખારી. તો મિત્રો દહેજ લેવા વાળા ભિખારી બરાબર જ હોય છે.આવો જ એક કિસ્સો સમગ્ર દેશ માટે એક ઉદાહરણ સ્વરૂપે હાલ આપણી સમક્ષ આવ્યો છે.

જેના વિશે આજે આપણે આજે જાણીશુ. હકીકતમાં આપણે જે કિસ્સાની વાત કરી રહ્યા છીએ તે હરિયાણાનો કિસ્સો છે, જ્યાં તાજેતરમા એક એવા લગ્ન થયા છે, જેની પ્રશંસા કરતા લોકો થાકતા નથી. ખાસ કરીને લગ્ન પહેલાં વરરાજાએ કરેલી માંગણી એ એક એવી વિશેષ બાબત છે કે, જેના વિશે હવે આપણે ગંભીરતાથી વિચાર કરવો પડશે.જો તમે આ લગ્ન વિશે સાંભળશો તો તમને પણ આશ્ચર્ય થશે.આજે અમે તમને એક એવા લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ ફક્ત એક જ રૂપિયા થયો હતો. આ લગ્નમા કોઈપણ પ્રકારની ફિઝૂલખર્ચી કરવામા આવી નહોતી.

વરરાજા પોતાના કેટલાક સંબંધીઓ સાથે આવ્યા લઈને આવ્યા અને કોઈપણ પ્રકારના દહેજ કે રોકડ વગર આ લગ્ન પૂર્ણ થયા. આ લગ્ન બાદ આ કપલના લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેથી, હાલ દેશ-વિદેશમાથી તેમને લગ્નની શુભકામનાઓ મળી રહી છે.આ લગ્ન હરિયાણાના સિરસાના આદમપુર વિસ્તારમાં થયા હતા. જે સમગ્ર સમાજને એક નવો સંદેશ આપે છે. વરરાજા બલેન્દ્રએ લગ્ન પહેલાં એક શરત મૂકી હતી કે, તે દહેજ નહીં લે કે ના તો કોઈપણ પ્રકારના ફિઝૂલખર્ચીને પ્રોત્સાહન આપશે કે ના તો કોઈ નકામી વિધિઓમાં ખર્ચ કરશે.

એટલુ જ નહી વરરાજાએ તો એમ પણ કહ્યુ કે, તેને ફક્ત કન્યા જ જોઈએ છે બીજું કઈ નહિ.આ સાંભળીને કન્યા કાન્તા અને તેના સંબંધીઓ આ લગ્ન માટે તુરંત સંમત થયા.હકીકતમાં, કન્યાનો પરિવાર એ વરરાજાને દહેજ તરીકે ૪ કરોડ રૂપિયા દહેજ સ્વરૂપે આપવાના હતા પરંતુ, જ્યારે વરરાજા બલેન્દ્રએ પોતાના કેટલાક સંબંધીઓ સાથે બારાત લઈને આવ્યા ત્યારે તેણે ભેટ સ્વરૂપે ૧ રૂપિયા અને નાળિયેર સ્વીકારી લીધું અને પછી બેન્ડ સાથે શાંતિથી ચાલ્યો ગયો.

આ સાથે જ સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, જો સમાજનો દરેક પરિવાર આવી પહેલ કરવાનું શરૂ કરશે તો પરિસ્થિતિ સુધરશે એટલું જ નહીં, દીકરીઓના શિક્ષણ પર પણ વધુ ધ્યાન આપવામાં આવશે. કેટલાક અહેવાલો અનુસાર, વરરાજા ચુલીખુર્દ ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે અને તેના પિતાનું નામ છોટુ રામ ખોખર અને માતાજીનું નામ સંતોષ છે, જ્યારે ભજન લાલની પુત્રી કાન્તા ખેરામપુર નિવાસી છે. જ્યારે દુલ્હન અને વરરાજા ઉચ્ચ શિક્ષિત છે, ત્યારે બલેન્દ્રએ પોતાના ગામમાં લગ્ન કરવાનો દેખાવ કર્યો ના હતો અને એક ઉદાહરણ આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *