રાશિફળ ૨૩ માર્ચ ૨૦૨૧ : આ ૫ રાશિઓના વેપાર વ્યવસાયમાં જોવા મળશે નવી ગતિ, અન્ય રાશીને વધી શકે છે ભાગદોડ

મેષ રાશિ

તમારો આજનો દિવસ પરોપકારના કામમાં પસાર થશે. કામના ક્ષેત્રે તમારા પક્ષમાં કેટલાક બદલાવ થઈ શકે છે, જેને લીધે તમારા આગળના રસ્તાઓ ખૂબ જ સરળ રહેશે. એ જોઈને તમારા સાથીનો મૂળ ખરાબ થઈ શકે છે, પરંતુ તમારો સારો વ્યવહાર બધાને ખુશ કરી દેશે. સાંજના સમયે તમારા જીવનસાથીનું આરોગ્ય ખરાબ થઈ શકે છે, જેને લીધે તમે ચિંતિત રહેશો પરંતુ જલ્દીથી તે નિયંત્રણમાં આવી જશે. તેમાં ભાગદોડ રહેશે અને વધારે પડતા પૈસા ખર્ચ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધારે પડતી મહેનત કરવાની જરૂર છે.

વૃષભ રાશિ

આજે તમારા પરિવારમાં કોઈ શુભ માંગલિક કાર્યક્રમ પર ચર્ચા થઇ શકે છે, જેમાં પરિવારના વડીલોની સલાહ જરૂરી રહેશે. સંતાનોના ભવિષ્યની ચિંતા રહી શકે છે. વેપાર અને વ્યવસાયને નવી ગતિ મળશે. સસુરાલ પક્ષ તરફથી આજે માન-સન્માન મળશે. આજે તમારે આરોગ્ય પ્રત્યે સાવધાની રાખવી કારણ કે વધારે પડતી ભાગદોડને લીધે પગમાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.

મિથુન રાશિ

આજે તમારે તમારા વ્યવસાય માટે કોઈ યાત્રા કરવી પડે તો તે જરૂર કરવી કારણ કે યાત્રા સુખદ અને લાભદાયક રહેશે. આજે સામાજિક કામમાં રસ વધતો દેખાશે. વિદ્યાર્થીઓને તેના ગુરુજનોના આશીર્વાદ મળશે. આજે તમારા માતાનું આરોગ્ય ખરાબ થઈ શકે છે, એટલા માટે ખાવાપીવામાં વિશેષ ધ્યાન રાખવું. નોકરીમાં આજે ઉચ્ચ અધિકારીઓની કૃપાથી પ્રમોશન મળતું દેખાઈ રહ્યું છે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. આજે તમને અચાનક મોટા પ્રમાણમાં ધન પ્રાપ્ત થઇ શકે છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ સુદ્રઢ બનશે. જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા ઇચ્છતા હોય તો તેના માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થતો દેખાઈ રહ્યો છે. કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેવો નહીં કારણ કે ઉતાવળમાં લેવામાં આવેલા નિર્ણયથી તમને નુકસાન પહોંચી શકે છે. રાત્રિનો સમય ભગવાનની પૂજા તેમજ આસ્થામાં પસાર થવાને લીધે તમને લાભ થશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લઇને આવશે. રાજનૈતિક ક્ષેત્રમાં તમારી ઈચ્છા પ્રમાણે પરિણામ મળશે. સંતાનો તરફ તમારી જવાબદારી પૂરી થશે. જો તમારા કોઈ કામ લાંબા સમયથી અટકેલા હોય તો આજે તેને પૂરા કરવા માટેનો દિવસ છે. આજે તમે તમારા વ્યવસાયમાં નવી યોજનાઓ બનાવશો, જે આગળ જતા તમારા માટે ઉત્તમ લાભદાયક રહેશે. આજે તમને આંખો સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે એટલા માટે સાવધાની રાખવી. આજે સાંજનો સમય તમે તમારા પરિવારના બાળકો સાથે રમત ગમતમાં પસાર કરશો.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપે ફળદાયક રહેશે. વેપાર-ધંધા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવા પડશે, જેમાં તમારે તમારા પિતાજીની સલાહની જરૂર પડશે. આજનો દિવસ પરોપકાર અને સેવા કરવામાં પસાર થશે. તમારા શત્રુઓ બળવાન રહેશે, તેમ છતાં પણ તે તમારું કંઈપણ બગાડી નહીં શકે. દાંપત્ય જીવનમાં સુખદ અનુભવ મળશે, અને મનથી તમે પ્રસન્ન રહેશો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે.

તુલા રાશિ

આજે વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ સ્પર્ધામાં ખાસ સફળતા મળશે. વ્યવસાયમાં આવકના નવા સ્ત્રોત બનશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ સુદ્રઢ બનશે. આજે તમારી વાણીની સૌમ્યતા બીજા લોકોને પ્રભાવિત કરશે, જેનાથી તમે વિશેષ સન્માન મેળવી શકશો. આજે વધારે પડતી ભાગદોડ થઈ શકે છે, જેને લીધે તમારા આરોગ્ય ઉપર વધારે અસર પડી શકે છે, એટલા માટે સાવધાની રાખવી. જીવનસાથીનું ખાસ સાનિધ્ય મળી રહેશે.

વૃષીક રાશિ

આજના દિવસે તમારે નોકરી તેમજ વેપાર ધંધામાં પોતાની વાણીને કાબૂમાં ન રાખવાથી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે, એટલા માટે વાણીમાં સૌમ્યતા બનાવી રાખવી. આજનો દિવસ તમારા માટે સુખદાયક રહેશે. તમારો આર્થિક પક્ષ મજબૂત થશે, અને તમારા ધન, સન્માન, યશ અને કીર્તિમાં વધારો થશે. આજે તમારા અટકેલા કામ બનતા દેખાઈ રહ્યા છે પરંતુ આળસનો ત્યાગ કરીને તમારે આગળ વધવું પડશે. આજે સાંજનો સમય તમે તમારા પ્રિયજનો સાથે મોજ મસ્તીમાં પસાર કરશો.

ધન રાશિ

આજના દિવસે તમારે પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી પડશે કારણ કે તમારા પૈસા ફસાઇ શકે છે, જેના માટે તમારે કોર્ટ કચેરી સુધી જવું પડી શકે છે. તેમ છતાં તમને અસફળતા જ મળશે, એટલા માટે સાવધાની રાખવી. આજે ઘરની કેટલીક વસ્તુઓ ઉપર પૈસા ખર્ચ થઈ શકે છે, જેને લીધે તમારું મન ખુશ રહેશે. આજે સાંસારિક સુખના સાધનોમાં વધારો થશે. વેપાર-ધંધા માટે યાત્રા કરવી પડશે. આજે તમે કોઇ જૂના મિત્રોને મળી શકશો.

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમાં રૂપે ફળદાયક રહેશે. વ્યવસાયના ક્ષેત્રે તમારી ઈચ્છા મુજબના લાભ મળવાથી ખુશી મળશે અને તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકશો, જેને લીધે તમને તમારા ભવિષ્યની ચિંતા ઓછી થશે. વિદ્યાર્થીઓ સ્પર્ધાની તૈયારીમાં સખત મહેનત કરતા દેખાશે. આજે ધાર્મિક સ્થાન ઉપર જવાનો પ્લાન પણ બની શકે છે. વાહનનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી કારણ કે અકસ્માત અથવા તો વાહન ખરાબ થવાથી ખર્ચ વધી શકે છે.

કુંભ રાશિ

જો તમે કોઈ સંપત્તિ ખરીદવા ઈચ્છતા હોય તો તેની લે-વેચની સાથે જોડાયેલા બધા પાસાઓને ગંભીરતાથી વિચારી લેવા, અને કોઈપણ જગ્યાએ સહી કરતા પહેલા સારી રીતે વિચાર કરી લેવો. આજે તમારા પુત્ર અથવા તો પુત્રીનું આરોગ્ય ખરાબ થઈ શકે છે, જેને લીધે તમે પરેશાન રહેશો, વધારે ભાગદોડ રહેશે, તેમજ ખર્ચની સ્થિતિ રહેશે. જો આજે કોઈ સાથે પૈસાની લેવડદેવડ કરવી હોય તો સમજી વિચારીને કરવી.

મીન રાશિ

આજનો દિવસ વિદ્યાર્થીઓના માનસિક અને બૌદ્ધિક ભારને ઓછો કરવા માટેનો રહેશે. સાંજના સમયે હરવા ફરવા દરમિયાન કોઈ શુભ સૂચના મળી શકે છે જે તમારા કામમાં આવશે. આજે માતા-પિતાની સલાહ તેમજ આશીર્વાદથી તમારા વેપાર ધંધામાં ચાર ચાંદ લાગશે, જેનાથી તમે સફળતાની સીડી ચઢશો. દાંપત્યજીવન આનંદમય રહેશે અને જીવનસાથી સાથે લાંબા અથવા તો ટુંકા રૂટની યાત્રા પર જઈ શકો છો, જેને લીધે જીવનસાથી ખૂબ જ ખુશ દેખાશે.

Leave a Reply

Your email address will not be published.