શુભ સમાચાર- માત્ર 430 ગ્રામ વજન ધરાવતી બાળકી જીતી ગઈ જિંદગીની જંગ..

અસારવા સિવિલ હોસ્પિટલમાં ઈન્દોરના રેણુબહેને ૪૩૬ ગ્રામના વજનની અને ૩૬ સે.મી. લંબાઈની બાળકીને જન્મ આપ્યો હતો, રેણુબહેનને લીવરની ગંભીર સમસ્યા હતી, સાડા છ મહિનાની ગર્ભાવસ્થા બાદ ગર્ભાવસ્થા ટર્મિનેટ કરવા સિવાય કોઈજ વિકલ્પ ન હતો. એટલું જ નહિ પરંતુ ખૂબ ઓછા વજનની બાળકીના ફેફસા અને હૃદય નબળા હતા, આ બાળકીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના સપોર્ટ પર રાખવામાં આવી હતી, આખરે સારવારને અંતે આ બાળકી મોત સામેનો જંગ જીતી હતી.

સિવિલના તબીબોએ દાવો કર્યો છે કે, ૪૩૦ ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતું બાળક જીવી જવાનો ગુજરાતનો આ પહેલો કિસ્સો છે. અમદાવાદ સિવિલના ઈતિહાસમાં છેલ્લે ૬૫૦ ગ્રામ વજનનું બાળક સર્વાઈવ થયાનો કિસ્સો હતો. ઈન્દોરના કડિયાકામ કરતાં દંપતી જિતેન્દ્ર અંજાને અને રેણુ અંજાને સારવાર માટે અમદાવાદ સિવિલ આવ્યા હતા, રેણુને એપ્રિલ ૨૦૨૦માં ગર્ભાવસ્થાની જાણ થઈ હતી, એ વખતે જ લીવરની સમસ્યાનું નિદાન થયું હતું. સિવિલમાં સપ્તાહની સારવાર બાદ મહિલાની તબીયત સુધરી હતી,સાડા છ મહિનાની ગર્ભાવસ્થા બાદ ફરી તબીયત બગડતાં ગર્ભાવસ્થા ટર્મિનેટ કરવા સિવાય કોઈ છુટકો નહતો, છેવટે ઓક્ટોબરમાં રેણુએ ૪૩૬ ગ્રામના વજનની બાળકીને જન્મ આપ્યો હતો,

Leave a Reply

Your email address will not be published.