ગુજરાત: જીવનના અંતિમ શ્વાસ સુધી કોરોનાગ્રસ્ત પતિ-પત્નીએ નિભાવ્યો સાથ, બંનેના મૃત્યુ વચ્ચે 20 મીનીટનું અંતર

સમગ્ર વિશ્વમાં છેલ્લા એક વર્ષથી કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે. આ મહામારીના વ્યાપમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આ મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં લાખો લોકોને પોતો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

હાલમાં ગુજરાતમાં આવેલ રાજકોટ જીલ્લાના ગોંડલમાં સ્ટેશન પ્લોટમાં રહેતા પરિવારના પતિ-પત્નીનું કોરોના સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર પરિવારમાં કલ્પાંત મચી ગઈ છે. આ પતિ-પત્નીએ જીવન-મરણના અંત સુધી એકબીજાનો સાથ નિભાવ્યો હતો. બંનેના મૃત્યુની વચ્ચે ફક્ત 20 મિનિટનું જ અંતર હતું.

બંનેનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત થયું:
મળી રહેલ જાણકારી પ્રમાણે ગોંડલમાં આવેલ સ્ટેશન પ્લોટમાં રહેતાં તેમજ કોલેજમાં લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવી રહેલ મનીષભાઈ બુચનાં પિતા જ્યોતિશભાઇ તથા માતા દેવયાની બહેન કોરોના પોઝિટિવ આવતા બંનેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં.

કોરોનાની સારવાર દરમિયાન વહેલી સવારમાં સારવાર કારગત ન નીવડતા જ્યોતિશભાઇએ દમ તોડયો હતો. પતિની વિદાય પછી પત્ની દેવીયાનીબેને પણ ફક્ત 20 મિનિટનાં અંતરે અનંતની વાટ પકડી પતિને સાથ આપતાં વિદાય લીધી હતી.

લગ્ન પ્રસંગમાં ગયા પછી બંને પોઝિટિવ આવ્યા:
જ્યોતિશભાઇ ખાવા-પીવામાં ખુબ જ પરેજી રાખતા હતાં. પતિ-પત્ની ખુબ તંદુરસ્ત હતાં. પરિવાર પ્રમાણે થોડાં દિવસ અગાઉ લગ્ન પ્રસંગમાં ગયા પછી જ્યોતિશભાઇ તથા દેવીયાનીબેન કોરોના પોઝિટિવ આવ્યા હતાં. કોરોનાએ પતિ પત્નીનો ભોગ લીધો હતો. જેને કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published.