વરુણ ધવન બાદ શ્રધ્ધા કપૂર પણ ફરશે સાત ફેરા, જોઈ લો કોણ છે મુરતિયો અને શું કામ કરે છે

બોલિવૂડમાં વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્ન બાદ હવે વેડિંગ સિઝન શરૂ થઈ ગઈ છે. તેમના લગ્ન બાદ વરૂણ ધવને શ્રદ્ધા કપૂરના લગ્ન તરફ પણ ઈશારો કર્યો છે. વરૂણ-નતાશાના લગ્ન બાદ સોશિયલ મીડિયા પર અભિનંદનનું મોજું ફરી વળ્યું હતું. સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠએ પણ વરુણના લગ્નની ઈન્સ્ટાગ્રામ પર શુભેચ્છા પાઠવી હતી. રોહનની ઇચ્છા પછી વરુણ ધવને જવાબ આપ્યો કે આશા છે કે આગળનો નંબર તારો આવે. સમાચારો અનુસાર રોહન શ્રેષ્ઠ અને શ્રદ્ધા કપૂર એક બીજાને હાલમાં ડેટ કરી રહ્યા છે.

વરુણની વાત પછીથી સમાચાર વહેતા થયા છે કે હવે પછીનો નંબર રોહન અને શ્રદ્ધા કપૂરનો હોઈ શકે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર રોહને વરુણ અને નતાશાનો ફોટો સ્ટેટસ પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે વરૂણ અને નતાશાને તેમના લગ્ન માટે ઘણા અભિનંદન. વીડી તમે ખૂબ નસીબદાર છોકરા છો. આ સ્ટોરીનો જવાબ આપતા વરૂણે રોહનને પૂછ્યું કે હવે તમે પણ તૈયાર છો?

તમને જણાવી દઈએ કે રોહન અને શ્રદ્ધા કપૂરે ક્યારેય તેમના સંબંધો વિશે વાત કરી નથી. તેમના સંબંધ હજી સત્તાવાર નથી. થોડા દિવસો પહેલા જ્યારે શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂરને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે દરેક પિતા ઇચ્છે છે કે તેની પુત્રી સારા માણસ સાથે લગ્ન કરે, તેનો પરિવાર સારો છે. હમણાં શ્રદ્ધા તેની કારકિર્દીમાં વ્યસ્ત છે, પરંતુ જ્યારે પણ તે તેના લગ્નના પ્લાન વિશે વાત કરશે અમે તેના લગ્ન કરી લઈશું. ભલે તેણે તેની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવા હોય, પણ અમને કોઈ સમસ્યા નથી.

2019માં પણ કંઈક આવી જ વાતો વહેતી થઈ હતી કે બોલિવૂડના પ્રખ્યાત ફોટોગ્રાફર રોહન અને શ્રદ્ધા કપૂર ઘણા સમયથી ઘનિષ્ઠ મિત્ર છે. સૂત્રો મુજબ શ્રદ્ધાના માતા-પિતા પણ આ લગ્ન માટે તૈયાર છે. પરંતુ શ્રદ્ધા કપૂર હાલ આ માટે તૈયાર નથી.

જો કે આ વિશે મીડિયામાં ખબર ફેલાઈ છે કે શ્રદ્ધા કપૂર તેના બોયફ્રેન્ડ રોહન સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. પરંતુ રિપોર્ટ મુજબ હવે શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરે આ બધી અટકળોને ફગાવી છે. તેમને કહ્યું કે શ્રદ્ધા કપૂર હાલ 5 વર્ષ સુધી લગ્ન કરવા નથી માંગતી. નોંધનીય છે કે આ પહેલા શ્રદ્ધા કપૂર ફરહાન અખ્તરને ડેટ કરતી હતી. પરંતુ રિપોર્ટ મુજબ માતા-પિતાના દબાણના કારણે શ્રદ્ધાને ફરહાનથી અલગ થવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.