છોકરીઓના ટોળાએ વરરાજાનો સાફો ઉતારી લીધો અને સ્ટેજ પર જે કર્યુ, જોઇને દંગ રહી જશો

દરેક ઘરમાં લગ્નની અલગ વિધી હોય છે અને લગ્નના માહોલમાં મજાક મસ્તી સાથે ગુસ્સામાં લડાઇ ઝઘડા પણ થઇ જતા હોય છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં વરરાજાની હાલત જોઇને તમને તેના પર દયા આવી જશે અને તમે વિચારતા થઇ જશો કે બિચારા વરરાજા સાથે આવું કેમ થઇ રહ્યું છે.

સ્ટેજ પર આ શું થયુ?

સોશ્યલ મિડીયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક વરરાજાનો વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વરરાજા તેના ભાઇઓ અને મિત્રો સાથે સ્ટેજ પર છે અને દુલ્હનની રાહ જોઇ રહ્યો છે. ત્યારે જ ત્યાં કેટલીક છોકરીઓ આવે છે અને દુલ્હાની પિટાઇ કરવા લાગે છે તેમજ ધક્કા મુક્કી કરીને વરરાજાને સ્ટેજ પરથી ઉતારી દે છે.

વરરાજાના ચહેરાનો રંગ ઉતરી ગયો

આ વીડિયોમાં દેખાઇ રહેલી છોકરીઓ દુલ્હનની બહેનો છે કે વરરાજાની એક્સ ગર્લફ્રેન્ડ તે ખબર નથી પડી રહી પરંતુ તે દુલ્હાની ઇનસલ્ટ કરવાની તક છોડી નથી. વરરાજાના મિત્રો તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે પરંતુ કોઇ ફાયદો થતો નથી.


કોઇ રિવાજ કે અસલી લડાઇ ?

છોકરીઓ ટોળામાં નજર આવી રહી છે તેવામાં અસલી લડાઇનું કારણ જાણવા મળ્યુ નથી પરંતુ કેટલાક લોકો કહી રહ્યાં છે કે વરરાજાએ કોઇ ગડબડ કરી હશે તો કેટલાક કહે છે કે તેની સાથે કોઇ અજીબ રિવાજ નિભાવવામાં આવી રહ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *