મનપસંદ સોંગ ન વાગતા દુલ્હન ગુસ્સે થઈ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો !

દરેક યુવતીના જીવનમાં તેના લગ્નનો દિવસ સૌથી ખાસ હોય છે. તેથી જ દરેક યુવતી ઈચ્છે છે કે તેના લગ્નનો દિવસ બાકીના દિવસોથી વિશેષ હોય. તેથી તે લગ્ન માટે અગાઉથી જ આયોજન કરે છે. જેમાં કેવી રીતે શણગાર કરવો, ક્યાં સોંગ પર ડાન્સ કરવો. ત્યારે તાજેતરમાં એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક દુલ્હન તેની પસંદગીનું સોંગ ન વાગતા ગુસ્સે થઈ જાય છે.

ઇન્સ્ટાગ્રામ પર The Wedding Brigade નામના એકાઉન્ટ પરથી આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હનની એન્ટ્રી થવાની છે, પરંતુ અચાનક દુલ્હન (Bride) ગુસ્સે થઈ જાય છે. દુલ્હન કહે છે કે, મેં કહ્યું હતું તે સોંગ કેમ વગાડવામાં ન આવ્યુ, મેં તે ગીત માટે ઘણા સમય પહેલા વાત કરી હતી. જો કે બાદમાં પસંદગીનું સોંગ વાગે છે અને દુલ્હનના ચહેરા પર સ્મિત જોવા મળે છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ઈન્ટરનેટની દુનિયામાં આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 23 હજારથી વધુ લાઈક્સ મળી છે. આ વિડિઓ યુઝર્સ (Users) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યું કે, “ગીત શરૂ ન થાય ત્યાં સુધી પ્રવેશ ન કરો.” જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યું કે, અગાઉથી વિચારેલુ વ્યર્થ થઈ ગયુ. આ સિવાય અન્ય લોકોએ વિડીયો પર વિવિધ પ્રકારની રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *