આ એક્ટરને જોઇને તમને લાગશે કે આમના લગ્ન જ નથી થયા, પણ આને તો એક છોકરી પણ છે

અભિનેતા વિજય રાજને કૌઆ બિરયાની વાળા એકટર તરીકે પણ ઓળખાવામાં આવે છે. ફિલ્મ રનના એક સીનમાં કૌઆ બિરયાની ખાનાર વિજય રાજ રાતો રાત સ્ટાર બની ગયા હતા પણ ધીમે ધીમે એમની લોકપ્રિયતાની અસર ઓછી થતી ગઈ. આજના સમયમાં વિજય રાવ એટલા લોકપ્રિય નથી પણ બોલિવુડના એક કાબેલ અભિનેતા તરીકે ઓળખાય છે. વિજય રાજ એક ખૂબ જ ઉમદા અભિનેતા છે. એમનું સેન્સ ઓફ હ્યુમર કમાલનું છે. ખૂબ જ જલ્દી વિજય રાજ એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ ડ્રિમ ગર્લ છે. આયુષ્યમાન ખુરાના અને નુસરત ભરૂચા સ્ટારર ફિલ્મ ડ્રિમ ગર્લમાં વિજય રાજ એક મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે.

વિજય રાજ એક એવા બૉલીવુડ એકટર છે જે લાઈમલાઈટથી દૂર રહે છે..એમને ખુલીને રહેવું પસંદ નથી. પોતાની અંગત જિંદગીને પણ એ અંગત રાખવું જ પસંદ કરે છે. અને એટલે જ એમની અંગત લાઈફ વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. લોકોને તો એ પણ ખબર નથી કે વિજય રાજ એક દીકરીના પિતા પણ છે. વિજય રાજને પસંદ કરનાર ઘણા લોકો એવું જ સમજે છે કે એ હજી કુંવારા છે.

વિજય રાજનો જન્મ 5મી જૂન 1963માં થયો હતો. એમને વર્ષ 1999માં ફિલ્મમાં ભોપાલ એક્સપ્રેસથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પણ એમને નામના વર્ષ 2001માં આવેલી ફિલ્મ મોન્સૂન વેડિંગના દુબેજીના પાત્રથી મળી હતી. એમને ડિરેકટર તરીકે ડેબ્યુ વર્ષ 2014માં ક્યાં દિલ્લી ક્યાં લાહોર ફિલ્મથી કરી હતી.

વિજય રાજની પત્નીનું નામ કૃષ્ણા રાજ છે. કૃષ્ણા રાજ પણ બોલીવુડની એક અભિનેત્રી છે. ગબ્બર અને દેખ ભાઈ દેખ જેવી ફિલ્મોમાં એમને અભિનય કર્યો છે. કૃષ્ણા સાથે વિજયની પહેલી મુલાકાત એક મુવીના સેટ પર થઈ હતી.વર્ષ 2012માં વિજય રાજ અને કૃષ્ણાએ લગ્ન કરી લીધા હતા.

વિજય રાજની ફક્ત પત્ની જ છે એવું નથી પણ એક દીકરી પણ છે. એમની દીકરીનું નામ તનિષ્કા છે. એમની દીકરી દેખાવે ખૂબ જ સુંદર અને પ્રેમાળ છે.

તમને જણાવી દઈએ કે 56 વર્ષીય અભિનેતા વિજય રાજે સનમ તેરી કસમ, દેલી બેલી, ભોપાલ એક્સપ્રેસ, જંગલ, દિલ પે મત લે યાર, રોડ, ખેલ, લવ ઇન નેપાલ, યુવા, રઘુ રોમિયો, બોમ્બે ટુ ગોઆ, અનવર, વેલકમ, ડેઢ ઇશકિયા, ગલી બોય, નવાબઝાદે અને ધમાલ જેવી ડઝનો સુપરહિટ ફિલ્મો માટે કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.