આ દિવસે ભૂલથી પણ ન કરો તમારી દીકરીની વિદાય, જાણો કારણ…

નમસ્કાર મારા વહાલા મિત્રો, અમારા આ લેખમા તમારુ હાર્દિક સ્વાગત છે. પહેલાના સમયથી જ લગ્નની પ્રથા ચાલતી આવે છે અન તે પણ શાસ્ત્રોક્ત વિધી-વિધાન સાથે જ અને તેમા પણ ખાસ કરીને મુર્હુત જોવામા આવે છે. ચોઘડીયા જોવામા આવે છે અને ત્યારબાદ બધા દિવસો અને સમય નક્કી કરવામા આવે છે.

આપણા હિંદુ ધર્મમા પણ શાસ્ત્રોક્ત વિધી વિધાન દ્વારા લગ્ન કરવાની પરંપરા છે અને લગ્ન સાથે સંકળાયેલ ઘણી એવી માન્યતાઓ પણ રહેલી છે. બુધવારના દિવસે સૌથી પહેલા પૂજનીય દેવ વિધ્નહર્તા એટલે કે પ્રભુ શ્રી ગણેશ ને માનવા મા આવે છે. મોટા ભાગે આપણે એવુ કરીએ છીએ કે કોઈપણ શુભ કામ શરૂ કરવુ હોય તો ભગવાન ગણપતિ પહેલુ આમંત્રણ આપવામા આવે છે.

પરંતુ, આ બધી આપણી પરંપરાઓ છે, કોઈપણ કાર્યમા વિઘ્ન ના આવે એટલા માટે ભગવાન શ્રી ગણેશનુ આપણે પૂજન-અર્ચન કરતા હોઈએ છીએ પરંતુ, તમને એક વાત અવશ્યપણે જણાવી દઈએ કે, આ બધી જ વાતની આપણને ખબર છે પણ શુ એ વાત નો ખ્યાલ છે કે, બુધવારના દિવસે દીકરીઓને સાસરીયે વળાવવામા આવતી નથી.

આ સમય દરમિયાન પોતાની દિકરીઓની વિદાય ના કરવી જોઈએ : જ્યોતિષશાસ્ત્રમા એવો નિર્દેશ કરવામા આવ્યો છે કે, બુધવારના દિવસે પોતાની દિકરીઓને સાસરે વળાવવી એ શુભ ગણવામા આવતુ નથી. આપણામા એવી માન્યતા રહેલ છે કે, દિકરીઓને બુધવારના રોજ વિદાય આપવી એ અશુભ સાબિત થાય છે. આ વાતની સાથે એ પણ સંભાવના બની રહે છે કે, જો આ દિવસે દિકરીની વિદાય કરવામા આવે તો તેને કોઈ જાતનો અકસ્માત થઈ શકે છે.

જો તમે આમ કરશો તો તેના લીધે તમારી દીકરીનો સાસરીયા સાથે ના સંબંધમા ખટાશ પેદા થઈ શકે છે. આપણા શાસ્ત્રોમા પણ આવા અપશુકનની સાથે સંકળાયેલા અમુક કારણો ને પણ વ્યાખ્યાયિત કરવામા આવ્યા છે. એક પૌરાણિક માન્યતા અનુસાર જે બુધ ગ્રહ છે, જે ચંદ્ર ને પોતાનો દુશ્મન ગણે છે પરંતુ, તેની સાપેક્ષમા ચંદ્રને એવુ કઈ જ નથી તે બુધ ગ્રહ ને પોતાનો દુશ્મન ગણતો નથી.

આ વાતની સાથોસાથ તમને જણાવી દઈએ કે, જ્યોતિષશાસ્ત્રમા ચંદ્રને પ્રવાસનો કારક ગણવામા આવે છે અને બુધ ગ્રહ ને આવક અથવા તો લાભનો કારક ગણવામા આવે છે. એટલા માટે જ કહેવાય છે કે બુધવારના દિવસે કોઈપણ જાતનો પ્રવાસ કરવો એ આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો બુધનો પ્રભાવ અયોગ્ય હોય તો કોઈપણ જાતનો અકસ્માત થવાનો તથા અણબનાવ થવાના ભયની શક્યતા બની રહે છે.

Leave a Reply

Your email address will not be published.