ભગવાન બનીને આવ્યા 55 આર્મી જવાનો અને દુઃખી દાદી માનો સુધારી દીધો ભવ, હકીકત જાણી હેરાન થઈ જશો…..

મીડિયા એ એક એવું પ્લેટફોર્મ છે જેમાં લોકો રાતોરાત સ્ટાર બની જતાં હોય છે જ્યારે કેટલાક રાતોરાત રોડપર પણ આવી જતાં હોય છે. સોશિયલ મીડિયા માં ઘણા લોકો ની મદદ પણ થઈ શકે છે આજે જે કિસ્સો આપણે જાણવા નાં છીએ તે પણ કંઈક આવોજ છે.મિત્રો થોડા સમય પહેલા સોસીયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થઇ રહ્યો હતો. તેમાં બતાવવામાં આવ્યું હતું કે એક 65 વર્ષના મહિલા કે જેમની હાલત ખુબજ ખરાબ છે.

પતિ અને દીકરાનું મૃત્યુ થઇ ગયું છે. ઘરમાં બીજું કોઈ એવું નથી કે તેમને કમાઈને ખવડાવી શકે. માટે તેમની એવી હાલત થઇ ગઈ હતી કે લોકો પાસે માંગીને ખાવું પડી રહ્યું હતું.ઘરની એવી હાલત છે કે એના કરતા તો ખંડેર સારા. આ ઉંમરે દાદી પોતાનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરી રહ્યા છે. દાદીની આવી હાલત જોઈને ગામના કેટલાક યુવાનો એ તેમનો આ વિડીયો બનાવ્યો હતો.

વિડીયો પોસ્ટ કર્યાના ફક્ત 24 કલાકમાંજ એ વિડીયો એટલો વાઇરલ થઇ ગયો કે દાદીને 24 કલાકમાં જ એટલી મદદ મળી કે તેમને પોતાની બચેલી જિંદગીમાં ખાવા માટે મજૂરી કે કોઈની પાસે હાથ લંબાવો નહિ પડે.જયારે આ વિડીયો આપણા એક આર્મી જવાના ભાઈ પાસે પહોંચ્યો તો તેમને પોતાના બીજા આર્મી જવાન ભાઈઓ સાથે મળીને દાદીની મદદ કરવાનું નક્કી કર્યું. તેમને દાદીને ઘરનું કરિયાણું અને ઘરમાં જરૂરીયાત મજુબ વસ્તુનું દાન કર્યું.બીજા ઘણા લોકોએ પણ દાદીની મદદ કરી.

હવે આ કાર્ય થી દાદીનું જીવન સુધારી દીધું. 55 આર્મી જવાનોએ એક ભાઈચારા નામનું ગ્રુપ બનાવ્યું છે. જેમાં આપણા જવાનો આવા જરૂરિયાત મંદ લોકોની મદદ કરે છે. આ ઘટના પરથી કહી શકાય કે જે કોઈના કરી શકે તે સોસીયલ મીડિયાએ કરી દીધું. આર્મી જવાનો ખરેખર દાદી માટે એક ભગવાન સ્વરૂપ એ આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *