ટૈરો રાશિફળ : ગુસ્સો કરવાથી બચવું, સ્વાસ્થ્યની કાળજી રાખવી, જાણો શુક્રવારનું સંપૂર્ણ રાશિફળ

ટૈરો રાશિફળ : ગુસ્સો કરવાથી બચવું, સ્વાસ્થ્યની કાળજી રાખવી, જાણો શુક્રવારનું સંપૂર્ણ રાશિફળ

મેષ –

જો મનમાં કોઈ વાતને લઈને મુંજવણ હોય અથવા મનમાં કોઈ સમસ્યા હોય તો આજે નિર્ણય લેતા અટકવું પડશે. આજે સ્પષ્ટ હશો તો તમને મહેનતનું પૂર્ણ પરિણામ મળશે. તમારા બોસ તમને કાર્યસ્થળ પર મહત્વપૂર્ણ કાર્ય સોંપી શકે છે, તેમાં બેદરકારી ન રાખો. પ્લાસ્ટિકનો ધંધો કરનારાઓને મોટા સોદા કરવાની તક મળશે. પરંતુ નફા અંગે પારદર્શિતા રાખો. એકાઉન્ટિંગ બુકમાં કોઈ ભૂલ ન કરો. યુવાનો અને વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સામાન્ય છે. કમરનો દુખાવો ફરીથી થઈ શકે છે. દવાઓ નિયમિત લેવી, વાહન સલામતી અંગે સાવધાન રહેવું. મહિલાઓને કુટુંબની મહત્વપૂર્ણ બાબતોમાં મોટાનો આદેશ માનવો પડી શકે છે. નમ્ર અને સૌમ્ય રીતે પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો.

વૃષભ –

આજે ઈષ્ટદેવની પૂજામાં સમય પસાર કરો અથવા ધ્યાન કરો તેનાથી તમને સકારાત્મક ઉર્જા મળશે. તમે કાર્યસ્થળ પર કોઈ મહત્વનું કામ કરી રહ્યા છો તો કામમાં ધ્યાન આપો કે કોઈ ભૂલ ન રહે. ભુલ થશે તો તેનાથી મોટી ખોટ થઈ શકે છે. ઉદ્યોગપતિઓએ નવો ધંધો શરૂ કરવાનો નિર્ણય હાલમાં લેવાનું ટાળવું જોઈએ. ધ્યાનમાં રાખો કે આ સમય અનુકૂળ નથી. મીડિયામાં જે લોકો સક્રિય છે તેમણે એલર્ટ રહેવાની જરૂર છે. લાકડાના વેપારીઓ પણ સારી કમાણી કરી શકશે નહીં. પરંતુ ધીરજ રાખવી પડશે. આજે તમારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સ્ટ્રેસ લેવાનું ટાળવું જોઈએ. બિનજરૂરી વિચારો કરવાથી આરોગ્ય બગડી શકે છે. સામાજિક મુલાકાતોમાં વધારો કરવો પડશે. જો તમે પરીવારથી દૂર રહો છો તો તમારા પરીજનોનો ફોનથી કોન્ટેક્ટ કરો

મિથુન –

આ દિવસે કોઈપણ બાબતે નિર્ણય લેતા પહેલા બધી જ બાબતો પર ધ્યાન આપો. સમજો કે કોઈ પણ સંજોગોમાં વૈચારિક તફાવતો મનના ભેદભાવમાં બદલાઈ જવા જોઈએ નહીં. મેનેજમેન્ટ ક્ષમતાથી આજે કામ પાર પાડવા પડશે. વાહન ચલાવતી વખતે પણ કાળજી લેવી પડશે. કાર્યસ્થળ પર નાની નાની વાતો પર ગુસ્સો ન કરવો જોઈએ. તેનાથી કામમાં મુશ્કેલી આવી શકે છે. વેપારીઓને તેમની કુશળતા વધુ લાભ મેળવવામાં મદદ કરશે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ મહેનત કરવાની જરૂર છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી બહારનો કોઈ ખોરાક ન લેવો. ઘરની સ્વચ્છતાની વિશેષ કાળજી લો. જો તમને આંખોની સમસ્યા પહેલાથી હોય તો સાવચેતી રાખો. સંયુક્ત પરિવારોમાં રહેતા લોકોએ વિવાદથી દૂર રહેવું જોઈએ.

કર્ક –

તમારો ગુસ્સો આજે તમારા માટે મુશ્કેલીઓ પેદા કરી શકે છે. આજે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પોતાને જોઈ નિરાશ ન થશો. સત્તાવાર રીતે કોઈ મહત્વના નિર્ણયો લેતી વખતે તમારા પક્ષમાં જે હોય તેના મતને જાણો, તેનો વિરોધ કરી કોઈ નિર્ણય ન કરો. ધ્યાનમાં રાખો કે ટીમ વર્ક જ તમને સફળ થવામાં મદદ કરશે. જોબને લગતી બાબતોમાં પરિસ્થિતિઓ સારી નથી, તેથી તમે જ્યાં કામ કરો છો ત્યાં પ્રામાણિકતા અને સમર્પણ સાથે કામ કરતાં રહો. લોકો સાથેના સંપર્કો આજે વેપારીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. જુનિયર કર્મચારીઓ માટે મદદરૂપ બનો. યુવાનો અને વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. માનસિક બીમારીઓથી સાવધાન રહેવું. જો પરિવારમાં કોઈ અપરિણીત છે, તો તેમના લગ્નની વાત થઈ શકે છે.

સિંહ –

આજે મન પરેશાન રહી શકે છે. તે થોડુંક ઓછું કામ કરશે. પરંતુ કામમાં આજે આળસ કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેથી તમારી જાતને સક્રિય રાખો અને તમારા બધા કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. કાર્યસ્થળ પર પણ રચનાત્મક કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વેપારીઓને સારા નફા માટે નવી યોજનાઓને અમલમાં મુકવાની જરૂર પડશે. યુવાનોએ કારણ વગર મુસાફરી કરવામાં સમય બગાડવો જોઈએ નહીં. પહેલેથી બીમાર લોકોના મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે, તેમને પ્રોત્સાહિત કરો. મિત્રો સાથે ફોન પર સંપર્ક કરો અને કોઈ પ્રોજેક્ટ સાથે કનેક્ટ થવા માંગતા હો તો પછી વિગતવાર માહિતી આપી તેને સમજાવવાનો પ્રયાસ કરો.

કન્યા –

તમારે આ દિવસે તમારી ઊર્જા બચાવી રાખવી પડશે. ભવિષ્યમાં તમારા માટે મોટા પ્રોજેક્ટ્સ બહાર આવવાના છે. તમારી કાર્યક્ષમતા જાળવવા માટે ગુસ્સે થશો નહીં. આ તમારી ટીમને નિરાશ કરશે. કાર્યસ્થળમાં તમારા પર કામનો ભાર રહેશે અને તેને મર્યાદિત સમયમાં પૂર્ણ કરવાનું દબાણ પણ રહેશે. ધ્યાનમાં રાખો કે લોકોની અપેક્ષાઓ તમારી સાથે જોડાયેલી છે તેને તમારે પૂર્ણ કરવાની છે. યુવાનો અને વિદ્યાર્થીઓ માટે જાગૃત થવાનો દિવસ છે, ધ્યાન રાખો કે તમારા કારણે પરિવારમાં કોઈને તકલીફ ન આવે. બ્લડ પ્રેશરનું ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પરિવારમાં સુખદ પ્રસન્ન આવી શકે છે. બાળકો સાથે થોડો સમય પસાર કરો.

તુલા –

આજે યોગ અને ધ્યાન સાથે મન એકાગ્ર કરવું. આમ કરવાથી તમને હળવાશ લાગશે. મનમાં આનંદની લાગણી રહેશે. સૈન્ય વિભાગ સાથે સંકળાયેલા લોકોએ જાગૃત રહેવું પડશે. વિવાદ થવાની સંભાવના છે. ધૈર્યથી પરિસ્થિતિનો સામનો કરો. વેપારીઓને આજે નુકસાનનો સામનો કરવો પડશે. ભૂલો કરી છે તો તેને સુધારવાની યોજના પણ બનાવો. ધંધા અંગે કેટલીક ચિંતાઓ પણ વધી શકે છે. ભવિષ્યને ધ્યાનમાં રાખી અને રોકાણ કરવું તે ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડીક નરમાઈ જણાય છે. લાગણીસભર વાતો સાંભળીને કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. પોતાના મનથી વિચારી નિર્ણય કરો.

વૃશ્ચિક –

આજે ધર્મ કર્મ તરફ વધુ ધ્યાન આપવું જોઈએ, તેના કારણે તમને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. આખો દિવસ ખુશીઓ સાથે વિતાવશો. આજે કોઈ ગરીબ વ્યક્તિને ખોરાક ખવડાવો. મનની શાંતિ માટે આ યોગ્ય રહેશે. નોકરીમાં કાર્યરત લોકોએ ધીરજ બતાવવી પડશે. સંજોગો ધીમે ધીમે તમારી સાથે અનુકૂળ થઈ જશે. બદલી થવાની સંભાવનાઓ વધી રહી છે. ઉદ્યોગપતિઓએ પણ ભવિષ્યના રોકાણ અંગે કાળજી લેવી પડશે. ભવિષ્યમાં તમારો વ્યવસાય વધવાનો છે તે પ્રમાણે તમારી તૈયારી રાખો. જો તમે લાંબા સમયથી બીમાર છો અથવા સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ છે તો આજે આરામ થવાની સંભાવના છે. માતાપિતાની સેવા કરો, તેમના આશીર્વાદથી તમને વ્યવસાય, નોકરી અથવા શિક્ષણ ક્ષેત્રે ઘણાં લાભ મળશે.

ધન –

આજે મનને એકાગ્ર બનાવો. ઘણી બાબતોમાં મન એકાગ્ર થશે નહીં. તેના કારણે તમે દૈનિક કાર્યમાં ઓછું ધ્યાન કેન્દ્રિત કરશો, તેથી તમારે જે કામ કરવાનું છે તેને પહેલા પસંદ કરો અને પૂર્ણ કરો. કાર્ય પૂર્મ કરવા માટે બનાવેલી યોજના અનુસાર કામ થતું નથી તો તેના માટે ટીમ સાથે ગુસ્સે થશો નહીં, ધ્યાનમાં રાખો કે કારણવિનાનો ગુસ્સો તમારી છબીને ખરાબ કરશે. છૂટક વેપારીઓને રોજિંદા વેપારમાં ઘણો નફો મળશે. ધ્યાનમાં રાખો કે ગ્રાહકોની પસંદગી પ્રમાણે સ્ટોક રાખવાની વ્યવસ્થા કરો. ઠંડી વસ્તુઓ ખાવાથી બચવું. જો બેદરકારી રાખશો તો સમસ્યા ગંભીર થઈ શકે છે. પરિવારમાં કોઈ નિર્ણય લેતા પહેલા બધાની સંમતિ લેવાનો આગ્રહ રાખો.

મકર –

આજે તમારા કેટલાક કઠોર નિર્ણયો અન્યની લાગણીઓને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ સાચા નિર્ણયથી પીછેહઠ પણ ન કરો. નવા સંબંધ માટે થોડો સમય રાહ જોવી પડશે. થોડી ચકાસણી કર્યા પછી જ નિર્ણય લો. ઓફિસની કામગીરીમાં તમારે પણ સક્રિયતા દેખાડવી પડશે. તમારા વિરોધીઓ સક્રિય જોવા મળે છે, તેથી સાવધાન રહો નહીં તો તે તમને અપમાનજનક પરિસ્થિતિઓ તરફ લઈ જઈ શકે છે. બિઝનેસમાં વધુ પૈસા ન લગાવશો. યુવાનોએ વ્યસનોથી દૂર રહેવું જોઈએ. વિદ્યાર્થીએ અભ્યાસ કરવા સિવાય અન્ય પ્રવૃત્તિમાં સમય બગાડવો જોઈએ નહીં. સ્વાસ્થ્યને લગતી પરિસ્થિતિઓ અનુકૂળ છે, પરિવારમાં માતાની જરૂરિયાતો ધ્યાનમાં રાખો.

કુંભ –

આજે તમારી જૂની યોજનાઓની સફળતાથી આત્મવિશ્વાસ ઘણો વધશે. ભગવાનમાં વિશ્વાસને પ્રોત્સાહન આપો. કાર્યક્ષેત્રમાં મિત્રો પણ સહાય કરવા આગળ આવશે, જેથી તમારા અધરા અને બહુ લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ પણ સમયસર પૂર્ણ થશે. બોસ દ્વારા આપવામાં આવેલ કામગીરી પૂર્ણ કરવા માટે ફોકસ વધારવું પડશે. ભૂલો અથવા બેદરકારી કોઈ પણ કીમતે ઉજાગર થવી જોઈએ નહીં. આજે વેપારીઓને વધુ લાભ મળશે. નાણાંકીય સ્થિરતાની અસર ખર્ચમાં જોઇ શકાય છે. સ્વાસ્થ્યને અનુકૂળ હોય તેવો સંતુલિત આહાર લેવાનું રાખો.

મીન –

આજે તમારા મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે, તેમ છતાં પોતાને નિરાશ ન થવા દો. જો કોઈ સમસ્યા આવી રહી છે તો ડરશો નહીં, નિશ્ચિતપણે તેનો સામનો કરો. કાર્યસ્થળ પર તમારી ક્ષમતાઓ દર્શાવવાની જરૂર છે. કામ માટે દિવસ સારો રહેશે. આજે કપડાંના ઉદ્યોગપતિઓના લાભમાં વધારો થશે. આરોગ્યને ધ્યાનમાં રાખીને જરૂરી દવાઓ લઈ લેવી અને ડોક્ટર દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો. જો વજન વધી રહ્યું છે તો કસરત શરૂ કરો. જલ્દીથી અસર દેખાડવાનું શરૂ થશે. જીવનસાથી વિશે થોડી ચિંતા વધી શકે છે. વિવાદિત મુદ્દાઓ પર ધીરજ સાથે અને ચર્ચા કરી તેનું સમાધાન કરો.

Leave a Reply

Your email address will not be published.