બાપની મજબૂરી બે જવાન દીકરીઓ સાથે રોડપર રહેવું પડે છે,આ એક ચિંતા આખો દિવસ બાપને થયા કરે છે…..

ગરીબી અને મજબૂરી ભલભલા લોકોને નમાવે છે.હાલની સ્થિતિ માં સારું એવું કમાતો વ્યક્તિ પણ રોડપર આવી ગયો છે ત્યારે હવે આજે એક એવોજ કિસ્સો સામે આવ્યો છે.આ દુનિયામાં જો સૌથી ખરાબ કોઈ વસ્તુ હોય તો એ ગરીબી છે.ગરીબી વ્યક્તિને એટલી મજબુર કરી દે છે કે લોકો કઈપણ હાલતમાં જીવવા માટે તૈયાર થઇ જાય છે. આવો જ એક કિસ્સો આજે અમે તમને જાણવા જઈ રહ્યા છીએ.એક ગરીબ બાપ પોતાની બે દીકરીઓ સાથે આજે રોડ પર રહેવા માટે મજબુર બન્યા છે.

બાપ કહે છે હું જીવું છુ ત્યાર સુધી તો કઈ વાંધો નથી પણ જયારે મારુ મૃત્યુ થઇ જશે એના પછી મારી દીકરીઓનું શું.આ વ્યક્તિનું નામ સુરિન્દર છે અને તેમની બે દીકરીઓ છે.એક દીકરી 15 વર્ષની છે તો બીજી દીકરી ફક્ત 6 મહિનાની છે.સુરિન્દર રોડ પણ છાપા વેચીને પોતાની બે દીકરીઓનું ભરણ પોષણ કરે છે.શિયાળો હોય ઉનાળો હોય કે પછી ચોમાસુ આ પરિવાર આજ રોડ પર રહેવા માટે મજબુર છે.સુરિન્દર કહે છે મને મારી જિંદગીથી કોઈપણ તકલીફ નથી.

બસ હવે મને એક જ વાતની ચિંતા છે કે જયારે મારુ મૃત્યુ થઇ જશે એના પછી મારી દીકરીઓનું શું. તેમનું કહેવું છે કે મને રહેવા માટે એક રૂમ અને મારી દુકાન માટે થોડો સામાન મળી જાય તો હું મારી બાકીનું જીવન એનાથી કમાઈને ચલાવી શકું અને મારી દીકરીઓ માટે કઈ કરીને જઈ શકું. તો મારી આત્માને પણ શાંતિ મળે.જયારે એક વ્યક્તિએ તેમને જઈને પૂછ્યું કે તમને શું તકલીફ છે.તો તેમને કહ્યું કે બસ મને આટલું કરી આપો કે મારી દીકરીઓનું જીવન સુધરી જાય.

આ વ્યક્તિએ તેમને બધું કરી આપ્યું કે સુરિન્દરને જે ચિંતા હતી એ એક જ પળમાં ગાયબ થઇ ગઈ.આવીજ એક બીજો કિસ્સો વિષે જણાવીશું. એક માં ના 5 જવાન દીકરા હોવા છતાં આજે એક પણ દીકરો પોતાની માતાને રાખવા માટે તૈયારી નથી. આજે માતા પોતના બધા દીકરાઓથી અલગ ભાડાના મકાનમાં રહે છે.આ માતાનું નામ મુન્ની છે અને તે દિલ્હીમાં રહે છે. આજે માતા પોતાનું ગુજરાન ચલાવવા માટે ગલીઓમાં ફરી ફરીને કચરો વીણવા માટે મજબુર છે.

5 દીકરાઓ માંથી એક દીકરોતો બેંગ્લોરમાં નોકરી કરે છે.તેને કીધું હતું કે માં હું તારા માટે ત્યાંથી પૈસા મોકલીશએ પણ પૈસા નથી મોકલતો. માં કહે છે કે મારા પતિના મૃત્યુ થયા ના 9 વર્ષ વીતી ગયા છે.મેં મારા દીકરાઓને મજૂરી કરી કરીને મોટા કર્યા એ કાબિલ બનાવ્યા કે આજે નોકરીઓ કરી શકે છે.જયારે આજે મારી સેવા કરવાનો સમય આવ્યો ત્યારે બધા છોકરાઓએ હાથ ઊંચા કરી દીધા. ત્યારે તેમને અલગ રહેવાનું નકી કર્યું અને તે અલગ રહેવા માટે આવી ગયા. આજે તે કચરો વીણીને પોતાનું ગુજરાન ચાલવી રહયા છે. એક પણ દીકરો તેમને જોવા માટે નથી આવતો. આના કરતા તો ભગવાન દીકરા ના આપે એ સારું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *