અફઘાન સૈનિકોનો રમુજી વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !

તાજેતરમાં તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાન સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલમાં અફઘાનિસ્તાનનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવી રહ્યો છે, જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. બીજી તરફ તાલિબાનીઓના પણ કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેને જોઈને લોકો પોતાના હાસ્યને રોકી શકતા નથી. ત્યારે તાજેતરમાં અફઘાનિસ્તાન આર્મીનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરમાં જ અફઘાનિસ્તાનની સેનાનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં સૈનિકો પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. હવે તમે વિચારતા હશો કે આ વીડિયોમાં એવું શું છે ? તો તમને જણાવી દઈએ કે, વીડિયોમાં જોઈ શકાય છે કે, અફઘાન સૈનિકો જમ્પિંગ જેક કસરત કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ કોઈ તેને યોગ્ય રીતે કરી રહ્યું નથી. ઉપરાંત નવાઈની વાત તો એ છે કે, અફઘાન સૈનિકોને તાલીમ આપી રહેલા અમેરિકન સૈનિક (American Solider) પણ યોગ્ય રીતે કસરત કરી શકતા નથી.

જુઓ વીડિયો

આ અફઘાન સૈનિકોનો રમુજી વીડિયો (Funny Video) લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. હાલ, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો IPS અધિકારી રૂપીન શર્માએ (Rupin Sharma) ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું, ‘જમ્પિંગ જેક કરવાની આ પદ્ધતિ ખૂબ જ મુશ્કેલ છે.’

આ વીડિયો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો આ ફની વિડીયો (Funny Video) એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ કેટલાક યુઝર્સ તેને અફઘાનિસ્તાનના પતનનું કારણ કહી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ જમ્પિંગ જેક કરવાની આ પદ્ધતિની મઝાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ અફઘાનિસ્તાનને કબજે કર્યા બાદ તાલીબાનીઓના ઘણા વીડિયો વાયરલ થયા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *