આ છે અફઘાનિસ્તાનની નવી ટ્રાફિક પોલીસ, સોશિયલ મીડિયામાં Video થયો વાયરલ
તાલિબાનના (Taliban) કબજા બાદ તાજેતરમાં અફઘાનિસ્તાન (Afghanistan) સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. અફઘાનિસ્તાનનો એકથી એક ખ-તરનાક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. જેને જોઈને લોકો ‘ધ્રુજી ઉઠ્યા છે. બીજી બાજુ તાલિબાન લડવૈયાઓના એવા પણ કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેને જોઈને લોકો તેમના હસવાનુ કંટ્રોલ કરી શકતા નથી.આ શ્રેણીમાં અફઘાનિસ્તાન ટ્રાફિક પોલીસનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેની લોકો જોરદાર મજા લઈ રહ્યા છે.
તાજેતરમાં અફઘાનિસ્તાનના રસ્તાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક તાલિબાની રસ્તા પર ટ્રાફિકને કંટ્રોલ કરતો જોવા મળી રહ્યો છે. હવે તમે વિચારતા હશો કે એમાં આવું શું છે? આ વીડિયોમાં એક માણસ ખભા પર લટકતી બં-દૂક સાથે અને તેના હાથમાં લાલ રંગની લાઈટ જેવુ યંત્ર લઈને રસ્તાની વચ્ચે ઉભો છે. આ વ્યક્તિ આવતી જતી ગાડીઓને આશ્ચર્યથી જોઈ રહ્યો છે. વીડિયોમાં તાલિબાની ટ્રાફિકને કંટ્રોલ કરતો જોવા મળે છે. આ-તંકીએ યુનિફોર્મના નામે ટ્રાફિક પોલીસની માત્ર ટોપી પહેરી છે.
#Afghan #TrafficPolice☺️☺️☺️😊😊
गलती का कोई scope नहीं☺️☺️☺️😢😢 pic.twitter.com/mXJNqWMIQs
— Rupin Sharma IPS (@rupin1992) August 17, 2021
આ વીડિયોમાં તાલિબાની રસ્તા પર ઉભેલા જોઈ શકાય છે. તેના એક હાથમાં ટ્રાફિકને કંટ્રોલ કરનારુ સિગ્નલ પણ છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો તેને અફઘાનિસ્તાનની નવી ટ્રાફિક પોલીસ કહી રહ્યા છે. તેની હરકતો ખરેખર રમુજી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.