આ જગ્યાએ દેખાયું પોલીસ નું અલગજ રૂપ, પ્રાણી પ્રત્યે બતાવ્યો પ્રેમ,પીવડાવ્યું પાણી,જુઓ…..

વડોદરામાં છેલ્લાં થોડાં દિવસોથી વરસાદ સતત વરસી રહ્યો છે. વડોદરાવાસીઓ માટે માત્ર પૂર જ નહીં પણ મગરો પણ આફત બનીને આવ્યા છે. હજી પણ આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલની પરિસ્થિતિમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી પીવાના પાણી તથા ભોજનની તકલીફ પડી રહી છે. જો માણસોની આ હાલત હોય તો મૂંગા અબોલ જીવ એવા પશુઓની સ્થિતિ અંગે તો વિચારી જ શકાય તેમ નથી. જોકે, હજી પણ માનવતા છે. હાલમાં જ વડોદરામાં કૂતરા તથા ગાય જેવા પ્રાણીઓને લોકો દૂધ અને પાણી આપીને મદદ કરતા જોવા મળ્યાં હતાં.

સ્થાનિક લોકોની મદદ લઈને પોલીસે ગાયને પીવડાવ્યું.કૂતરાઓને દૂધ પાતા સ્થાનિક લોકો, વરસતા વરસાદમાં પણ લોકોએ કૂતરા માટે ખાવાની વ્યવસ્થા કરી હતી,સ્થાનિકવાસીઓએ કૂતરાને દૂધ પીવડાવ્યું, રસ્તે રઝળતા કૂતરા માટે જીવદયા પ્રેમીઓ દૂધ મૂકીને ગયા હતાં, ગાયને પાણી પીવડાવતી પોલીસ.જાણો અન્ય સ્ટોરી,ગુજરાત પોલીસની માનવતા અને બદશલુકી બંને જોયા. ત્યારે હવે તાઉ-તે વાવાઝોડાના કહેર વચ્ચે પણ પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે. દરિયાકાંઠા આને અસર ગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળો પર સ્થાનાંતરિત કરવાની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે ગુજરાત પોલીસ નિભાવી રહી છે. ત્યારે ફરી એક વાર પોલીસની માનવતા ના દ્રશ્યો જોવા મળ્યા છે.

‘તાઉ-તે” વાવાઝોડું ઉત્તર દિશામાં કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિ.મી./કલાક રહેવાની શકયતા છે. ત્યારે દરિયા કાંઠા ના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખેડવામાં આવી રહ્યા છે.

ત્યારે આ વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં પણ થવાની હોય અસરગ્રસ્ત ગામડાઓમાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોનું આજે સવારે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે પડધરીમાં નીચાણવાળા વિસ્તારમાં પોલીસ સાથે સ્થળાંતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે પોલીસ જવાને ચાલી ન શકતા મોટી ઉંમરના વૃદ્ધાને પોતાની પીઠ પર ઉંચકી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આ દ્રશ્યો પોતાના મોબાઇલમાં કેદ કરી વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેમાં એક પોલીસ જવાને મોટી ઉંમરના વૃદ્ધા ચાલી શકતા ન હોવાથી પોતાની પીઠ પર ઉંચકી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

આવોજ એક બીજો કિસ્સો, પોલીસ મોટાભાગે ખોટા કારણોસર ચર્ચામાં રહે છે, પરંતુ કેટલીકવાર પોલીસ માનવતા દાખવે છે અને શાબાશી પણ મેળવે છે. આવું જ એક ઉદાહરણ મોરબી પોલીસે બળાત્કારનો ભોગ બનેલી માનસિક બીમાર મહિલાના બાળકને દત્તક લેવાનો નિર્ણય લીધો ત્યારે રજૂ કરાયો હતો. મોરબી જિલ્લામાં થોડા દિવસો પહેલા માનસિક બીમાર મહિલા સાથે બળાત્કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.વીડિયો વાયરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી અને 24 કલાકમાં બળાત્કારના આરોપીની ધરપકડ કરી હતી. જોકે પોલીસે જ્યારે મહિલાની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તેનો એક પાંચ વર્ષનો પુત્ર પણ છે જે તેની સાથે રસ્તાની બાજુમાં રહે છે. માનસિક બીમાર હોવાને કારણે સ્ત્રીને બીજું કંઇ ખબર નથી હોતી પરંતુ તે આ બાળકને તેની છાતી સરસો રાખે છે.

મોરબી પોલીસે બળાત્કારનો ભોગ બનેલા પાંચ વર્ષના માસૂમ પુત્રની જવાબદારી લેવાનો નિર્ણય કર્યો છે. મોરબી જિલ્લા પોલીસે બાળકને તેના અભ્યાસની જવાબદારી લેતી વખતે તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. બાળકના ઉછેરમાં જે પણ ખર્ચ થશે તે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળમાંથી આપવામાં આવશે.આ કેસમાં માહિતી આપતા મોરબીના એસપી સુબોધ ઓડદેરાએ જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું હતું કે આ મહિલાનો પાંચ વર્ષનો પુત્ર પણ છે. પોલીસે આ બાળકને ભવિષ્ય વિશે વિચારીને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. આ કેસમાં અમે રાજકોટ રેન્જ આઈજી અને ગુજરાત ડીજીપી સાથે પણ વાત કરી છે. તેઓએ પણ આ બાળકના ભવિષ્ય માટેના આ ઉમદા હેતુને મંજૂરી આપી છે.

એસપી સુબોધ ઓડદેરાએ એમ પણ કહ્યું હતું કે બળાત્કારનો શિકાર બનેલી આ મહિલા અને તેના પુત્રને હાલમાં એક ખાનગી સામાજિક સંસ્થામાં રાખવામાં આવ્યો છે. શાળા ખુલ્યા પછી, આ બાળકને પણ શાળામાં દાખલ કરવામાં આવશે. તેમજ મોરબી પોલીસે બાળકના ભણતર અને રહેવા માટેના તમામ ખર્ચ એકઠા કરી તેના નામે એક બેંક ખાતું ખોલાવી તેના નામે ફંડ એકત્રિત કરી જમા કરાવી દીધું છે.જાણો અન્ય સ્ટોરી,કોરોનાની મહામારીમાં વચ્ચે આવેલા વિનાશક તાઉ-તે વાવાઝોડામાં બેઘર થઇ ગયેલા અને રસ્તા ઉપર તાપણું કરીને બેઠેલા શ્રમજીવી પરિવારને શહેર પોલીસ તંત્રની શી ટીમે પરિવારને રેન બસેરામાં લઇ જઇને માનવતા દાખવતા બતાવી હતી. તો સયાજીગંજ પોલીસની ટીમે સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં અટવાઇ પડેલા 200 જેટલા મુસાફરો માટે ભોજનની વ્યવસ્થા કરી આપી હતી.

ઝુંપડાની છત ઉડી જતા પરિવાર રસ્તા પર આવી ગયોદાહોદ જિલ્લાના વતની ભરતભાઇ કડકીયાભાઇ રાવત પત્ની રેશ્માબહેન માસૂમ દીકરી આરતી સાથે વડોદરામાં મજૂરી કામ માટે આવ્યા હતા. તેઓ ન્યુ અલકાપુરીમાં બંધાઇ રહેલી કન્સ્ટ્રક્શન સાઇટની બાજુમાં પતરાનું ઝૂંપડુ બાંધીને રહેતા હતા. તાઉ-તે વાવાઝોડામાં આ શ્રમજીવી પરિવારનું છાપરું પણ આવી ગયું હતું. ભારે વરસાદ સાથે આવેલા ચક્રવાતમાં રાવત પરિવાર છત વિહોણું બની ગયું હતું. પરિવારને સુસવાટા મારતા ઠંડા પવનમાં કોમ્પ્લેક્ષ પાસે આવેલી દુકાનો પાસે તાપણું કરીને ચાર કલાક જેટલો સમય પસાર કરવાનો હતો.માસૂમ દીકરી સાથે તાપણું સળગાવીને બેસી રહેલા શ્રમજીવી રાવત દંપતી ઉપર લક્ષ્મીપુરા પોલીસ મથકની શી ટીમની નજર પડતા ટીમ પરિવાર પાસે પહોંચી હતી અને તેઓ પાસેથી વિગતો મેળવી હતી. ચાર કલાકથી સુસવાટા મારતા પવન અને ભારે વરસાદ વચ્ચે બેસી રહેલા પરિવારની આપવીતી સાંભળીને શી ટીમે તુરંત જ પરિવારને સરકારી વાહનમાં અટલાદરા ખાતે આવેલા રેન બસેરામાં લઇ ગયા હતા અને ત્યાં તેઓ માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.

તાઉ-તે વાવાઝોડાને કારણે લોકોને બેઘર કરવા સાથે અનેક મુસાફરોને અધવચ્ચે અટવાઇ ગયા હતા. ચક્રવાતના કારણે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એસ.ટી. સેવા બંધ કરવામાં આવતા સેન્ટ્રલ એસ.ટી. ડેપો ઉપર 200 જેટલા મુસાફરો અટવાઇ ગયા હતા. સતત કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત રહેતું પોલીસ તંત્ર કુદરતી અને માનવસર્જીત આપત્તિઓ સમયે પણ અગ્રેસર રહેતું હોય છે, ત્યારે વડોદરાના સયાજીગંજ પોલીસ મથકના પી.આઇ. વી.બી. આલના માર્ગદર્શન હેઠળ સયાજીગંજ પોલીસ તંત્રના સર્વેલન્સ સ્ક્વોડ અને શી ટીમ દ્વારા પોલીસ તંત્રમાં પણ માનવતા હોવાનો પુરાવો આપતી કામગીરી કરવામાં આવી હતી.

ST ડેપોમાં અટવાઇ ગયેલા 200 મુસાફરો માટે ભોજનની વ્યવસ્થા કરી.સયાજીગંજ પોલીસ તંત્રના સર્વેલન્સ સ્ક્વોડ અને શી ટીમના સભ્યો સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં ગયા હતા. અને એસ.ટી. બસ સેવા બંધ હોવાના કારણે અટવાઇ પડેલા ડ્રાઇવર-કંડક્ટર સહિત 200 જેટલા મુસાફરો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. ચક્રવાત અને ભારે વરસાદ વચ્ચે ભોજનની વ્યવસ્થા થતાં એસ.ટી. બસોના ચાલકો-કંડક્ટરો અને મુસાફરોએ પોલીસ તંત્રનો આભાર માણ્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *