પરિણીતા પ્રેમી સાથે ઇશ્ક ફરમાવી રહી હતી અને ત્યાં જ પતિએ ડોરબેલ વગાડી, જાણો પછી શું થયું ?

પરિણીતા સાથે પ્રેમ સંબંધ રાખનાર એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો કિસ્સો સુરતના અડાજણ વિસ્તારમાં બન્યો છે. જેમાં આ યુવક પરિણીતા સાથે પરિણીતાના ઘરમાં ઈશ્ક ફરમાવી રહ્યો હતો ત્યારે પરિણીતાનો પતિ આવી જતા પકડાઈ જવાની બીકે આ યુવકે ત્રીજા માળેથી નીચે કૂદકો માર્યો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નિપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના જહાંગીરપુરા પાસે પાલિકાના આવાસમાં રહેતા 30 વર્ષીય યુવાનની એક વર્ષ અગાઉ તેની બાજુમાં રહેતી પરિણીતા સાથે આંખ મળી ગઈ હતી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો.બંને વચ્ચે ચાલી રહેલા આ પ્રેમસંબંધથી તેનો પતિ અજાણ હતો. ત્યારે એક દિવસ પ્રેમિકાએ તેના પ્રેમીને ઘરે મળવા માટે બોલાવ્યો હતો

પોતાની પ્રેમિકાને મળવા માટે સુરતના અડાજણ ખાતે રહેતી તેની પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો. પ્રેમિકા એકલી ઘરે હોઇ તેને તેના પ્રેમીને મળવા માટે બોલાવ્યો હતો. બંને ઇશ્ક ફરમાવી રહ્યાં હતાં ત્યારે અચાનક પ્રેમિકાના પતિએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. અચાનક પતિ આવી પહોચ્યો હોવાનું જાણીને પત્ની અને તેનો પ્રેમી ડરી ગયા હતા. જોકે, પ્રેમ પ્રકરણનો ભાંડો ન ફૂટી જાય તે માટે પરિણીતાનો પ્રેમી ઘરની બાલ્કનીમાં છૂપાઈ ગયો હતો.

જોકે, બાલ્કનીમાં પણ પકડાઈ જવાનો ડર લાગતા યુવકે ત્રીજા માળેથી નીચે કૂદકો લગાવ્યો હતો. જે બાદમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ થકી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું.આ ઘટના મામલે પોલીસે તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો. મૃતક યુવાન ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો અને અપરિણીત હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *